
સુરત ના જાગૃત નાગરિક ને ચોક્કસ માહિતી મળી હતી કે સુરત ના શેખ નાઝીમુદ્દીન શાહબુદ્દીન એ પાલન પૂર ના વિવિધ ગામો માં થી મોટા પાયે બકરાં ખરીદ કરી તેને ક્રૂરતા પૂર્વક બાંધી હેરાફેરી કરી રહ્યો છે. જે માહિતી આધારે ભરૂચ અંકલેશ્વર ને જોડતા નેશનલ હાઇવે નંબર 48 પર માંડવા ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જતા માર્ગ પર અન્ય મિત્ર જોડે આવી આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જ્યાં ચોક્કસ માહિતી આધારે ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાસી લેતા અંદર ક્રૂરતા પૂર્વક, કોઈ પાણી. કે ઘાસચારાની વ્યવસ્થા વગર અને હવા ઉજાસ વગર બાંધેલા બકરા નજરે પડ્યા હતા જે અંગે જરૂરી આર.ટી.ઓ ના નિયમ અનુસાર પશુ પરિવહન નું પરમીટ ચાલક પાસે માંગતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. તેમજ કોઈ આધાર પુરાવા ના રજૂ કરતા પોલીસે 45 બકરાં મુક્ત કરાવ્યા હતા તેમજ ટ્રક ચાલક ઇલ્યાસખાન દિલાવર ખાન જાડેજા તેમજ સુરત થી મંગાવનાર અને પાલેજ ખાતે થી ભરી આપનાર સુરત ના શેખ નાઝીમુદ્દીન શાહબુદ્દીન ની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.