ટ્રાફિક જામ નો પર્યાય બનેલા હાઇવે નંબર 48 પર વાહનોની 5 કિમિ લાંબી કતાર જોવા મળી રહી છે. વાહનોની લાંબી લાઈન લાગતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંકલેશ્વર થી વાલિયા ચોકડી થી રાજપીપળા ચોકડી વચ્ચે સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે. ઉનાળાની ગરમીમાં વાહન ચાલકોએ કલાકો સુધી અટવાયા હતા. વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરના ઓવરબ્રિજ સાંકડો હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાય રહી છે. તો અમરાવતી બ્રિજ ની પાસે પણ શરુ થયેલ કામગીરી થી વાહનોના પૈડાં થંભી રહ્યાં છે. જેના કારણે દિનપ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. આ વચ્ચે જુના નેશનલ હાઇવે નંબર 8 પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક સાઈડ ના રોડ ની કામગીરી તો બીજી તરફ ઉમા ભવન ફાટક પાસે રસ્તા ની કામગીરી શરુ થતા જ સાંકળા રસ્તા વચ્ચે વાહન ચાલકો અટવાઈ રહ્યા અને વાહનો પૈડાં અટકી જાય છે. બને સ્થળે વધતી જતી ટ્રાફિક સમસ્યા ને લઇ જિલ્લા ટ્રાફિક પોલીસે સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને ભારે ગરમી વચ્ચે પણ ટ્રાફિક નું નિયમન કરતા જોવા મળ્યા હતા.