ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ 144 વર્ષનો થયો
ગોલ્ડનબ્રિજના સ્થાપના દિવસની યુવાનો દ્વારા કેક કાપી ઉજવણી
ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક ,પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવાની માંગ કરવામાં આવી
ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881ના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રીજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવ્યું હતુ. ગોલ્ડન બ્રીજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ગોલ્ડન બ્રિજ ના સ્થાપના દિવસની યુવાનો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી યુવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ભરૂચના ગૌરવ એવા ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સાથે જ મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવે. સાથે જ તેને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવાની માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ હાલ ગોલ્ડન બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.