
મૂળ ગીર સોમનાથ જગતીયા ગામ ના રાજદીપ ભાઈ મકવાણા એ મિલેટ્રી માં નોકરી મેળવવા માટે અમરેલી ના રાજેશ ઉર્ફે રાજા બામણીયા 7 લાખ રૂપિયા આપ્યા હતા. જે રૂપિયા પરત ના આપવા પડે તે માટે બહાનાબાજી બતાવ્યા બાદ રાજદીપ મકવાણા ને માર મારી ધાક ધમકી આપવા માટે રાજેશ ઉર્ફે રાજા બામણીયા એ તેના સાથી વિશાલ ગોસ્વામી એ પ્લાન ઘડ્યો હતો. અને વિશાલ ગોસ્વામી એ પોતાના સંબંધી ની ઓળખાણ વડે રાજેશ ઉર્ફે લંબુ પટેલ ના સંપર્ક માં આવ્યો હતો. અને તેને જોડે વાતચીત કરી આખો પ્લાન બનાવ્યો હતો. જેમાં અન્ય સુજલ વિનોદ વસાવા તેમજ જસવિન્દર સિંઘ દિગપાલ ને પણ જોડાયા હતા જે બાદ પ્લાન મુજબ રાજેશ ઉર્ફે રાજા બામણીયા એ રાજદીપ મકવાણા ને બોલાવ્યો હતો. જે બાદ તેને બહાનું કાઢી ભરૂચ બોલાવ્યા બાદ ગોલ્ડન બ્રિજ ખાતે લઇ ગયા હતા. જ્યાં મિલેટ્રી ના સાહેબ નીચે ડ્રિન્ક કરે છે કહી તેની મંગેતર ને ગોલ્ડન બ્રીજ પાસે નાસ્તા પાસે બેસાડી બ્રિજ નીચે ના ભાગ પાસે લઇ જઈ મોડે સુધી બેસાડી રાખ્યા બાદ પોતાની મંગેતર પાસે જવાની કોશિશ કરતા તને ગળું દબાવી માર માર્યો હતો એટલે થી ના અટકતા લોખંડ ના પાઇપ ના ફટકા મારી માથું ફોડી નાખી લોહી લુહાણ કરી નાખ્યો હતો. અંતે મંગેતર પણ સ્થળ પર આવતા તેનું ગળું દબાવી મારવાની કોશિશ કરતા બેભાન થઇ ગઈ હતી. જે બાદ બને આખી રાત ત્યાંજ બંધક બનાવી રાખ્યા હતા. જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે બે મહિના બાદ અરજીના આધારે ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે પ્રથમ રાજેશ ઉર્ફે રાજા બામણીયા એ તેના સાથી વિશાલ ગોસ્વામી ધરપકડ કરી હતી તેની પૂછપરછ માં ભડકોદ્રા નવીનગરી રાજેશ ઉર્ફે લંબુ પટેલ નવીનગરી ભડકોદ્રા સુજલ વિનોદ વસાવા તેમજ સેફરોન એપાર્ટમેન્ટ પાસે હાંસોટ રોડ પર રહેતા જસવિન્દર સિંઘ નું નામ સામે આવતા બી ડિવિઝન પી.આઈ. વી.યુ ગડરીયા અને તેમને ત્રણેવ ને ઝડપી પાડ્યા હતા. અને કોર્ટ માં રજૂ કરી વધુ પૂછપરછ શરુ કરી હતી.