વાગરા તાલુકાના ભરચક બજાર વિસ્તારમાં આવેલા ઓમ જવેલર્સમાં મંગળવારના રોજ આશ્ચર્યજનક બનાવ બન્યો હતો, જ્યારે એક બુકાનીધારી અજાણ્યા ઇસમે વેપારીની આંખોમાં મરચું છાંટી અને ચાર લાખ રૂપિયાથી વધુના દાગીના લૂંટીને ફરાર થઈ ગયો હતો.આ અચાનક બનેલી લૂંટની ઘટનાથી સમગ્ર બજાર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ભયના વાતાવરણ વચ્ચે વેપારીઓએ પોલીસને જાણ કરી હતી.આ ઘટનાની સીસીટીવી કૅમેરામાં કેદ થયેલી દૃશ્યો બહાર આવ્યા છે જેમાં આરોપી દુકાનમાં ઘૂસતો, મરચું છાંટતો અને દાગીના લઈ પલાયન થતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
આ ઘટના બાબતે વાગરા પોલીસ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી હતી અને દુકાનદારનું નિવેદન લેવાયું છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસે નજીકના વિસ્તારોમાં નાકાબંધી કરીને તપાસ તીવ્ર બનાવી છે.