
તાજેતર માં 10 દિવસ પહેલા પણ ઉછાલી ગામ ખાતે અસંખ્ય માછલાં ના મોત નિપજ્યા હતા. જે ઘટના હજુ સુકાઈ નથી. ત્યાં હવે પુનઃ ઉછાલી -દઢાલ વહેલી સવારે ટપોટપ મોતને ભેટેલા માછલાં ના મૃત પાણી તરત જોવા મળ્યા હતા. હજારો ની સંખ્યા માં મોત ને ભેટેલા માછલાં ના મોત ની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સદસ્યો ને થતા તેઓ જીપીસીબી અને એ.આઈ.એ સભ્યો ને લઇ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં માછલી ના મોત પાછળ જવાબદાર કોણ તે શોધવા ને બદલે કોર્પોરેટ રાજકારણ જોવા મળ્યું હતું. થોડી તપાસ બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના ઉપપ્રમુખ દ્વારા માછલી ના મોત ઝઘડીયા જીઆઇડીસી તરફથી આવતી ઉભેર ખાડી ના પાણી ના કારણે માછલાં ના મોત થયા હોવાનું આક્ષેપ કર્યો હતો. અને અંકલેશ્વર એસેટ ને બદનામ કરવાનું બંધ કરવા હાકલ કરી હતી. આ વાતની જાણ થતાં જ ઝગડીયા એન્વાયર્મેન્ટ કમિટી દ્વારા જીપીસીબી અને નોટીફાઈડ અધિકરી ને સાથે રાખી ઝઘડીયા થી ઉછાલી અલગ અલગ સ્થળે તપાસ કરતા આવી સેમ્પલ લઇ ઉભેર ખાડી માં કંટામિનેટ પાણી ના હોવા સાથે ક્યાંક પણ માછલાં મરેલા જોવા ના મળ્યા હોવાનો દાવો કરી ઝઘડીયા જીઆઇડીસી ના પાણી થી માછલાં ના મોત ના થયા હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા આરોપ-પ્રત્યારોપ કરવાનું બંધ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.