Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચમા ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે, ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છે, તે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફ, કેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતા, ત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકે, કોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કે, કેમ… તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

error: Content is protected !!
Scroll to Top