Vaat Ankleshwarni

તાજા સમાચાર

નારેશ્વર ના નાથ પૂ. રંગ અવધૂત મહારાજ ની ગુપ્તવાસ ધામ એટલે કાસીયા ગામ ખાતે આવેલ આંબાવાડી નું રંગ અવધૂત ધામ

નારેશ્વર ના નાથ પૂ. રંગ અવધૂત મહારાજ ની ગુપ્તવાસ ધામ એટલે કાસીયા રંગ અવધૂત આશ્રમ આંબાવાડી માં આવેલું છે. નારેશ્વરના નાથ પૂ.શ્રી રંગ અવધૂત મહારાજ ઈ.સ. 1968 ના જેઠ માસમાં નર્મદા કિનારે આવેલા અંકલેશ્વર ના કાંસિયા ગામે પધાર્યા હતા. કાસીયા ગામ માં આંબાવાડી માં 23 દિવસ  અનેક લીલાઓ કરી હતી.નારેશ્વર નાથ અને દત્ત અવતારી પ.પૂ. રંગ અવધૂત બાપજી અહીં 23 દિવસ સુધી રોકાઈ ને અનેક લીલાઓ અહીં કરી છે. તેના અનેક ચમત્કાર સાથે જોડાયેલ સ્થળ આસ્થા નું કેન્દ્ર છે ગત શતાબ્દી વર્ષ થી અહીં ભક્તો પ્રતિ વર્ષ આવી રહ્યા છે. અષાઢ માસ બેઠા પછી ડભોઇ ગામે શ્રી ગુરુ પૂર્ણિમા પ્રસંગે જવાનું હોવાથી નર્મદાજીના માર્ગે આવેલા અવધૂતજી સડકમાર્ગે ભરૂચ વગેરે સ્થળોએ થઈ ડભોઈ પધાર્યા હતા. રંગ અવધૂત બાપજી નિત્ય પૂ.શ્રી રંગ અવધૂત મહારાજ નર્મદા જી સ્નાન કરવા ડોળીમાં બેસી ને જતા હતાં. તેમના દ્વારા કરવામાં આવેલ લીલા માં  અહીંથી આગળ જવા ના અંતિમ દિવસે ડોળી ઉચકનારાઓને પ્રસાદ પુષ્પો આપ્યા હતા. જે  ડોળી ઉચકનાર ઓ એ પોતાના ઘરે લઈને ગયા ત્યારે રૂપિયા બની ગયેલા હોવાની માન્યતા છે. ગામ જમાડવા માટે બનાવેલી થોડીક જ રસોઈમાં અનેક ભક્તો ને જમાડવા નર્મદા જળ નું ઘી બનાવવું તેમજ વરસાદ રોકી રાખવી જેવી અવિસ્મરણીય ઘટનાઓ ની દિવ્ય લીલા આ સ્થળે તેમના દ્વારા કરવામાં આવી હતી. તેમના દિવ્ય આંદોલનોથી આ સ્થળ આજે પણ આલ્હાદિત છે. સ્થાન ખાનગી માલિકી નું હોવા છતાં સમગ્ર અવધૂત પરિવાર અને અન્ય ભક્તો દર્શન, ભજન, પાઠ-પારાયણ માટે અહીં આવે છે, અને પૂજ્યશ્રીની અનુભૂતિથી કૃતાર્થ થાય છે. અનેક વખત નર્મદા માતાજી જળ અહીં પુર માં ફરી વળ્યા હોવા છતાં પૂ.શ્રી નો મુકામ જે ઘરમાં હતો તે ઘર હજુ યથાવત છે.

error: Content is protected !!
Scroll to Top