Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ

ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટર લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોતરી શકે છે.આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે

error: Content is protected !!
Scroll to Top