
વારંવાર નો કમોસમી વરસાદ ધરતી પુત્રો માટે આફત રૂપ બન્યો છે. વાવાઝોડા અને કમોસમી વરસાદે ધરતીપુત્રો નો કમર તોડી નાખી છે. ડાંગર પકવતા ખેડૂતો એ માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે. લાખો-કરોડો નો ઉભો પાક પાળતી પલળી જતા સાથે ખેતર નો પાક જમીન પર ચટોપાત થઇ ગયો થઇ ગયો છે. સતત 3-3 વાળા ની કુદરતી આફત થી ધરતીપુત્રો ના હાલ બેહાલ થયા છે.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. તાજેતરના મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.ખેડૂતોએ ખેતરમાંથી ડાંગરનો પાક બહાર કાઢી ને રસ્તા પર સૂકવવા મૂક્યો હતો. હાંસોટના કુડાદરા, પરવત અને અંકલેશ્વરના સિસોદ્રા તેમજ પંડવાઈ સહિતના ગામોના મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર સૂકવવા મૂક્યો હતો. પરંતુ આજે રાત્રી ફરી વરસેલા વરસાદે રસ્તા પર સૂકવેલો પાક પણ પલાળી નાખ્યો છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, પહેલા ડાંગરનો ભાવ સામે હવે નીચે ભાવ આપી રહ્યા છે. આ કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું. આ વર્ષે ભરઉનાળે બે વખત કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી સહાય ની જાહેરાત કરવાની માગ કરી રહ્યા છે.