Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર રાણા સમાજ આગેવાન વિપીનભાઈ રાણા દ્વારા રાણા સમાજના વિદ્યાર્થીઓને ચોપડા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાનઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છે, ત્યારે રાણા સમાજના આગેવાન વિપિનભાઈ મોહનભાઈ રાણા તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં શિશુ-1થી ધોરણ 12માં અભ્યાસ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદો માટે વ્હીલચેર, બેડ અને વોકરની સુવિધા પણ પુરી પાડવામાં આવશે તેવું શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનએ જણાવ્યુ હતું.

error: Content is protected !!
Scroll to Top