Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર વિવિધ સંગઠન અને જીપીસીબી સ્વચ્છતા વીક અંતર્ગત સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું

અંકલેશ્વર જીપીસીબી દ્વારા પર્યાવરણ ના પખવાડિયા ના ભાગ રૂપે વિવિધ સંસ્થા ના સહયોગ થી કાર્યક્રમ યોજી રહી છે. જેના ભાગ રૂપે એ.આઈ.એ અને વિવિધ સામાજિક સંસ્થાના ઉપક્રમે સફાઈ અભિયાનનું આયોજન ના ભાગ રૂપે ઇનર વ્હીલ ક્લબ ના ઉપક્રમે જીઆઇડીસી ના વિવિધ વિસ્તારમાં સફાઈ શરુ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંતની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.

જેના ભાગ રૂપે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તાર માં જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલીયા ના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉપક્રમે ઇનરવીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા વીક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.જેના ભાગરૂપે હોદ્દેદારો, સભ્યો તેમજ જીપીસીબીના અધિકારી ની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

error: Content is protected !!
Scroll to Top