
જુના નેશનલ હાઇવે ને.હા.8 એસ.એ મોટર્સ જર્જરિત ઇમારતો તોડવા વિપક્ષ સભ્ય ની જિલ્લા કલેક્ટર માં ફરિયાદ કરી હતી. વિપક્ષ સભ્ય નો દાવો માત્ર પાલિકા નોટિસ આપે છે કાર્યવાહી કરતા નથી. પાલિકા દ્વારા ગત વર્ષે જ જર્જરિત ભાગ ઉતારી પાડ્યા બાદ રહેતા 3 પરિવાર ને બિલ્ડીંગ ખાલી કરાવી હતી. બિલ્ડર અને દુકાનદારો દ્વારા સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજુ કરતા કામગીરી અટકી હતી. હાલમાં પણ પાલિકા દ્વારા 23 જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે 3 નોટિસ બાદ પણ જર્જરિત બાંધકામ ના દૂર કરે તો પોલીસ બંદોબસ્ત સાથે ઉતારવા માટે નું આયોજન કરાયું છે. અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની અને નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવતી એસ.એ. મોટર્સ પર સાંઈ ગોલ્ડન બાજુ માં આવેલ બહુમાળી ઇમારત જોખમી બની જતા રફીક ઝઘડિયા વાલા ઇમારતો ઉતારી લેવા માટે ભરૂચ કલેક્ટર અને નિવાસી કલેક્ટર ને લેખિત ફરિયાદ કરી છે. સાંઈ ગોલ્ડન સામે ની બહુમાળી ઇમારત જોખમી બની ગઈ છે. તેમ વિપક્ષ સભ્ય રફીક ઝગડીયા વાલા એ જણાવ્યું હતું વધુમાં આ ઇમારત અંગે અગાઉ પણ પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી,


ત્યારે નગરપાલિકા દ્વારા આ ઇમારત માં રહેતા રહીશો ના વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા,પરંતુ ત્યાર બાદ કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નહોતી.જર્જરિત જોખમી ઇમારત અને ત્વરિત ઉતારી લેવા માટે નગરપાલિકા સહિત ભરૂચ જિલ્લા કલેકટર સુધી લેખિતમાં રજૂઆત કરી છે. આ અંગે પાલિકા ચીડ ઓફિસર કેશવ કોલડિયા નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ બિલ્ડીંગ માં ગત વર્ષે જ ત્યાં રહેતા 3 પરિવારને મકાન ખાલી કરાવી દેવામાં આવ્યા હતા . જ્યાં માત્ર દુકાન જ છે. અને જર્જરિત ભાગ ઉતારી લેવામાં આવ્યો હતો. તેમજ જે તે વખતે બિલ્ડર અને દુકાનદારો દ્વારા સ્ટેબિલિટી સર્ટી રજુ કરતા કાર્યવાહી વધુ કરાઈ ના હતી. વધુ માં હાલ પણ પાલિકા ના વિવિધ વોર્ડ માં સર્વ પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત કરાઈ રહી છે. અને હાલમાં જ઼ 23 જર્જરિત મકાન નોટિસ ફટકારી હતી. જર્જરિત ઇમારત અંગે 3-3 નોટિસ ફટકારવા છતાં જો દબાણ દૂર નહિ કરવામાં આવશે તો પોલીસ સુરક્ષા સાથે તેમના જ ખર્ચે દબાણો દૂર કરવા માં આવશે.