
નેત્રંગ તાલુકાના સામાજીક અગ્રણી ઐયુબ પઠાણનો દીકરો એજાજખાન પઠાણ નાનપણથી અભ્યાસમાં બુદ્ધીજીવી હોવાથી ઉચ્ચ અભ્યાસ કરીને સારા ડોક્ટર બનવાનો સંકલ્પ કયૉ હતો.ધોરણ ૧ થી ૧૨ સુધીનો અંકલેશ્વરની સીએમ એકેડેમીમાં અભ્યાસ કર્યો હતો.ત્યારબાદ મેડિકલ માટેની નીટની પરીક્ષા પાસ કરી પાલનપુર ખાતેની બનાસ મેડિકલ કોલેજમાં ૨૦૧૯ માં પ્રવેશ મેળવી સારૂ પરીણામ લાવતા MBBS ડોક્ટરની ડિગ્રીની પરીક્ષા સફળતાપુર્વક પાસ કરી હતી.MBBS ડોક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ ડોક્ટર તરીકે કામગીરી શરૂ કરતાં પહેલા નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં આમ પ્રજાની સુરક્ષા-વ્યવસ્થા માટે રાત-દિવસ ખડેપગે ફરજ ઉપર તૈયાર રહેતા નેત્રંગ પો.સ્ટેશનના તમામ કમઁચારીઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતું.જેમા પીઆઇ આર.સી વસાવા અને પો.કમઁચારીઓનો બ્લડ ટેસ્ટ અને તમામ શારીરીક તપાસ વિનામુલ્યે કરી આપવામાં આવી હતી.MBBS ડોક્ટર એજાજખાન પઠાણ જણાવ્યું હતું કે,ડોક્ટર તરીકેની કામગીરી શરૂ કરતાં પહેલા પોલીસ કમઁચારીઓની આરોગ્યની તપાસથી કામગીરી કરવાનો વિચાર કયૉ હતો.


