
ભરૂચ ના માતરીયા તળાવ ગેટ પાસે સ્થાનિક સોમાભાઈ ને અચાનક સાપની હલચલ દેખતા તાત્કાલિક તેમણે નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરતાં ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવે અને વ્રજ શાહ ત્વરિત પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સાપ ભારતના ત્રણ મુખ્ય ઝેરી સાપોમાંથી એક, ‘સ્પેક્ટેકલ કોબ્રા’ હોવાનું બહાર આવ્યું હતું, જે અંદાજે પાંચ ફૂટ લાંબો હતો.ટ્રસ્ટની ટીમે કોબ્રાને સંપૂર્ણ સલામતી અને યોગ્ય સાધનો વડે પકડી માનવ વસાહતથી દૂર, ખુલ્લા અને કુદરતી વાતાવરણવાળી જગ્યાએ મૂક્ત કર્યો હતો