- પંચાયત ગટર લાઈન ચેમ્બર બ્લોક થઇ જતા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું
- પંચાયત દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી હતી.
- સોસાયટીઓ માં ઢીચણ સમા પાણી ભરાવો સાથે માનવ સર્જિત પૂરની સ્થિતિ જોવા મળી હતી.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ના મીઠા ફેક્ટરી વિસ્તાર માં આવેલ નીલકંઠ રેસીડેન્સી અને ક્રિષ્ના રેસીડેન્સી સહીત આજુબાજુ સોસાયટી માં આજરોજ સવારે પડેલા વરસાદ માં જ પાણી નિકાલ અટકતા વરસાદી પાણી ના પૂર જેવી સ્થિતિ ઉદભવી હતી. ગડખોલ પંચાયત ની ડ્રેનેજ લાઈન ચોકબ થઇ જતા આ સ્થિતિ સર્જાઈ હતી. અને સોસાયટી વિસ્તાર માં વરસાદી પાણી નો નિકાલ અટકી જતા પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી માર્ગો પર ઢીચણ સમા પાણી સાથે લોકોના ઘરના ઓટલા સુધી પાણી ભરાવો જોવા મળ્યો હતો. લોકો ને બહાર નીકળવું પણ એક તબક્કે નીકળવું મુશ્કેલ બન્યું હતું. જેને લઇ સ્થાનિક રહીશો દ્વારા પંચાયત દ્વારા પાણી નિકાલ કરવાની માગ કરી સમસ્યા નું નિરાકરણ કરવા માંગ કરી હતી.