વડોદરા શહેરમાં નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
કાર ચાલકે બે થી ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા
બંને યુવકની ધડપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા
વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રન ની ઘટના બની છે હરીનગર બ્રિજથી ESI હોસ્પિટલ જતા માર્ગ પર નશામાં ધૂત કાર ચાલકે બે થી ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા કારમાં સવાર બંને યુવકો નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું જ્યારે કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી ઘટનાની જાણ થતા ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને યુવકની ધડપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાય હતા