
અંકલેશ્વર ગડ ખોલ ગામ ની હદ માં ડી માર્ટ પાસે ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા રવિદાસ સોલંકી એસ.બી.આઈ બેંક ના ગ્રાહક સેવા કેન્દ્ર ના નેટવર્ક માધ્યમ થી બેંક નું ખાતું ધરાવે છે. દરમિયાન બેન્કિંગ કામ અર્થે મુખ્ય શાખા ચૌટા બજાર ખાતે આવતા બેંક દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના માં 436 રૂપિયા ના વાર્ષિક વીમા અંગે જાણકારી આપી હતી અને વીમા શરુ કરવા કહ્યું હતું જે અંતર્ગત 32 દિવસ પહેલા જ 114 રૂપિયા ભરી બીમાં યોજના નો લાભ લીધો હતો. આ દરમિયાન રવિદાસ સોલંકી નું હાર્ટ એટેક ને લઇ મોત નીપજ્યું હતું. જે બાદ તેના પત્ની કૈલાશબેન થોડા દિવસ પૂર્વે બેંક ખાતે ખાતા ના રૂપિયા અંગે જાણકારી મેળવવા પહોંચી હતી. જ્યાં બેંક મેનેજર કલ્પેશ પટેલ ને મળતા તેઓ દ્વારા ખાતા તપાસ કરતા બીમાં યોજના ના લાભાર્થી હોવાનું સામે આવતા તેઓ દ્વારા બેંક ઉપલી કચેરી માં જાણ કરી ક્લેમ કરતા માત્ર 12 દિવસ માં ક્લેમ મંજુર થઇ આવતા આજરોજ સ્વ રવિદાસ ભાઈ સોલંકી ના પત્ની કૈલાસ બેન ને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જે મેળવી પરિવાર ભાવુક બન્યું હતું.