
અંકલેશ્વર ના નવી દીવી અને નવા દીવા ગામ ના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક વ્યુ પાર્ક પાસે વર્ષો જૂનું નાળું વરસાદી પાણીનો કાંસ પર આવેલું છે. જે નાળા ના નવીનીકરણ ની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરુ કરાવી હતી. જો કે ચાર-ચાર મહિના થવા છતાં ગોકળ ગતિએ અટકી અટકી ને ચાલતી કામગીરી ને લઇ સ્થાનિકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં પણ તાજેતર માં આવેલ કમૌસમી વરસાદ ને લઇ માર્ગ બાજુ માં આપેલું ડાઈવર્ઝન નું ધોવાણ સાથે ત્યાંથી બાઈક કઢાવી પણ મુશ્કેલ બન્યું છે. આ વચ્ચે લોકો ને છેલ્લા 4 -4 મહિના થી વેઠવી પડતી હાડમારી ને લઇ રોષ ફેલાયો હતો. અને છેલ્લા એક સપ્તાહ ઉપરાંત થી અટકેલ કામગીરી શરુ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા.


આ અંગે નવી દીવી ગામ ના સુરેશ વસાવા એ જણાવ્યું હતું કે ચાર મહિના થી અટકી અટકી કામગીરી થઇ રહી ચ.એ ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત ખરાબ બનાવ્યો છે. જેને લઇ ગાડી કાઢવાનું પણ મુશ્કેલ છે. બે ગામ તેમજ વિવિધ સોસાયટી ના રહીશો આવાગમન અને ભારે અગવડતા ઉભી થઇ છે. ચોમાસા ના ગણતરીના દિવસ બાકી છે. જો કામગીરી નહિ થશે તો માર્ગ બંધ થવા સાથે જે કાંસ પર નાળુ નિર્માણ થઇ રહ્યું છે. તેનું પાણી જ માર્ગ પર ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.