
અંકલેશ્વર ના ખરોડ ગામ ખાતે આગામી બકરા ઈદ અનુલક્ષીને કોઈ ઈસમ ગામ ના સિદી તળાવ પાસે આવેલ ચવાળા વગા માં 11 જેટલા ગૌ વંશ ને બાંધી રાખ્યા છે. તેવી માહિતી હ્યુમન ઇન્ટેલ થી પાનોલી પોલીસને મળતા વહેલી પરોઢે સર્ચ કરતા વગા માં ઝાડ સાથે 8 ગાય અને 3 વાછરડા બાંધી રાખેલી હાલત માં નજરે પડ્યા હતા જો કે સ્થળ પર કોઈ ઈસમ ના મળી આવતા પોલીસે પ્રાથમિક 11 ગૌવંશ ને મુક્ત કરાવી ને પાંજરાપોળ મોકલી આપવા માટે ની તજવીજ શરુ કરવામાં આવી હતી. તો પોલીસ દ્વારા ગૌવંશ કોઈ વાહન કે કેવી રીતે લઇ જવા માં આવ્યા હતા તે અંગે ટેક્નિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલ ની ટીમ એક્ટિવ કરી પ્રાથમિક આ અંગે સ્ટેશન ડાયરી માં નોંધ કરી વધુ તપાસ શરુ કરી હતી.