Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચમાં મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જયંતી નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજ

ન્યાય, ધર્મ અને સમર્પણની જીવંત પ્રતિક પુણ્યશ્લોક મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જયંતી નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના પવિત્ર શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી આરંભ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી ઉત્સાહભેર નીકળી હતી.શોભાયાત્રામાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના લોકો જોડાયા હતા.આ સમગ્ર યાત્રામાર્ગ પર જનસમુદાયે ઉત્સાહભેર આવકાર આપ્યો હતો.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ યાદવ, શહેર પ્રમુખ જતીન શાહ, તેમજ અન્ય અનેક હોદ્દેદારોએ ઉપસ્થિત રહી જયંતી મહોત્સવને ગૌરવભેર ઉજવ્યો હતો

error: Content is protected !!
Scroll to Top