Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ની મોહન પોલીફેબ કંપની દોઢ મહિના પૂર્વે 3 કામદારો દાઝ્યા હતા. જે પૈકી એક કામદાર નું 41 દિવસ ની સારવાર બાદ મોત નીપજ્યું હતું

અંકલેશ્વર જીઆઇડીસી માં મોહન પોલીફેબ કંપની માં ગત 17 મી એપ્રિલ ના રોજ રિકેટર પડતા તેમાંથી એસિડ ઢોળાતા ત્યાં કામ કરી રહેલા 52 વર્ષીય અવધેશ શીંગ શિવ લોચન સિંગ સહિત અન્ય બે કામદારો દાઝી ગયા હતા જેમાં ગંભીર રીતે અવધેશ સિંગ લોચન સિંગ શિવ મોર દાઝ્યા હતા જે તે સમયે પરિવારજનો સ્થળ પર દોડી આવી ઘટના ના અર્ધા કલાક બાદ તેમને પ્રથમ અંકલેશ્વર ની પદ્દસિંધા હોસ્પિટલ અને ત્યારબાદ સુરત ની કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર અર્થે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં 37 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ત્રણ હોસ્પિટલ માં 41 દિવસ ની સારવાર બાદ પણ 52 વર્ષીય અવધેશ શીંગ શિવ લોચનસિંગ જીવંત રહી શક્યા ના હતા. ઘટના અંગે સુરત હોસ્પિટલ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતાં જે તે વખતે સમાધાન થયું હોવાની પરિવાર દ્વારા નિવેદન આવતા પોલીસે નોંધ કરી કાર્યવાહી પૂર્ણ કરી હતી જો કે અંતે ગત 27 મી મે ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થતા હોસ્પિટલ દ્વારા આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે પુનઃ કાર્યવાહી શરુ કરી હતી. જો કે ઘટના માં પ્રથમ હોસ્પિટલ ખર્ચ આપવાનું નક્કી કર્યા બાદ કેટલાક ખર્ચ આપી કંપની સંચાલક હાથ અધ્ધર કરી દીધા હતા. અને પરિવારને વિવિધ આપેલા વચન માંથી હાથ પાછા ખેંચી લેતા અંતે પરિવાર દ્વારા અન્ય આગેવાનો સાથે કંપની ખાતે આજરોજ હલ્લાબોલ કર્યો હતો. અને કંપની દ્વારા પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે અન્ય કોઈને પણ જાણ કરી ના હતી. અને જે તે વખતે ઘટના બની હતી ત્યારે પણ ફાયર ની મદદ ના લીધી હતી. અને સત્ય છુપાવ્યું હતું અને હવે પરિવાર ને વળતર આપવામાં આનાકાની કરતા અંતે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટના અંગે મૃતક ના સંબંધી રિષભ સિંગ એ જણાવ્યું હતું કે કંપની ના માલિક દ્વારા લેખિત આપવા છતાં ફરી ગઈ છે. એની ન્યાય મળવો જોઈએ એક અમારી માંગ છે.

error: Content is protected !!
Scroll to Top