

અંકલેશ્વર જીઆઇડીસી કમલમ ગાર્ડનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર યોજાયો. આગામી 21મી જૂને યોજાનાર વિશ્વ યોગ દિવસની તૈયારી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં યોગ ટ્રેનર વિવિધ યોગાસન અને યોગ વીરોનું પ્રશિક્ષણ આપ્યું. આ કાર્યક્રમ ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોજવામાં આવ્યો હતો. શિબિરમાં શહેરના અનેક નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો અને વિશેષ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિર દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.