
અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઇ પી.જી.ચાવડા ની અધ્યક્ષતામાં આગામી તહેવારો ને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી. જગન્નાથ રથયાત્રા અને બકરી ઇદના તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા યોજાયેલ બેઠકમાં આગામી તહેવારો ને લઈ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના,મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલા સહિતના હિન્દૂ-મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.