Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ: દહેજના અદાણી પોર્ટ પરથી કેપ્સુલ લઈને જતી ટ્રકની ચેઇન તૂટી, કેપસુલ માર્ગ પર પડતા ટ્રાફિકજામના દ્રશ્યો

ભરૂચના દહેજના અદાણી પોર્ટથી મસ્ત મોટી કેપ્સુલ લઈને આવતી એક ટ્રકની ચેન તૂટી જતાં કેપ્સુલ સીધા દીપક નાઈટ્રેટ તરફ જતાં માર્ગ પર પડી ગઈ હતી. આ અચાનક થયેલી ઘટનાથી માર્ગ પર હડકંપ મચી ગયો હતો.સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ અકસ્માતના પગલે રસ્તા પર બંને તરફ વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી.લગભગ બે કલાક સુધી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.સૂચના મળતાં જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો હાથ ધરીને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.

error: Content is protected !!
Scroll to Top