Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ની ફીનોર પીપલજ કંપનીમાં ગોડાઉન માં શોર્ટ સર્કિટ થી તણખાં ઝડતા જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

  • 12:30 કલાકે લાગેલી આગ 3:30 કલાકે કાબૂમાં આવી હતી
  • ⁠અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી 9 ફાયર ટેન્ડર ની મદદ આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી માં પુનઃ ભીષણ આગ નું તાંડવ જોવા મળ્યું હતું. જીઆઇડીસીમાં આવેલ મુક્તિ ચોકડી નજીક પ્લોટ નંબર 714 પર આવેલ ફિનૉર પીપલજ કેમિકલ સોમવાર રોજ બપોરે 12:30 કલાકે કંપની ના સ્ટોર કામ ગોડાઉન માં શોર્ટ સર્કિટ થતા અચાનક સ્પાર્ક થયો હતો અને તેના તણખાં ઝળતા જ અંદર રહેલા વિવિધ પ્રકાર ના સોલ્વન્ટ માં પડતા જ આગ પકડી લીધી હતી. પ્રથમ ધુમાડા ના ગોટેગોટા નીકળ્યા બાદ અચાનક ભડકો થયો હતો. અને આગ એ જોત જોતા માં વિકરાળ રૂપ લઇ કંપની ના ગોડાઉન અને પ્લાન્ટ ની ચપેટ મા લઇ લીધી હતી. જો કે કામદારો આગ જોતા જ સુરક્ષિત રીતે બહાર દોડી આવી આ અંગે ડીપીએમસી જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આગ ને લઇ તાલુકા ડિઝાસ્ટર ટીમ ના સદ્દશ્ય મામલતદાર કરણસિંહ રાજપૂત. જીપીસીબી મોનીટંરીગ ટીમ અને જિલ્લા ડીશ ની ટીમ સ્થળ પર દોડી આવી હતી. અંગે વિકરાળ રૂપ લેતા એક તબક્કે મેજર કોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે પાનોલી અને ઝગડીયા ફાયર ની ટીમ પણ મદદે દોડી આવી હતી અને 9 જેટલા ફાયર ટેન્ડર ની મદદ થી 50 થી વધુ ફાયર ફાયટર અને અધિકારીઓ ની ટીમ એ 3 કલાક ની જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કાબુ માં આવ્યા બાદ પરિસ્થિતિ પર કાબુ રાખવા અને કુલીગ ટીમ સ્થળ જ તૈનાત રહી હતી. મિનરલ વોટર માટે વોટર સોલ્યુબલ નામનું તત્વ બનાવાતી કંપની એ એક તબક્કે પાણી માં તાજેતર માં લાગેલ જ્વેલ એક્વા કંપની ની યાદ કરાવી દીધી હતી. અને કંપની માં લાગેલ આગ ના ધુમાડા ભરૂચ નર્મદા મૈયા બ્રિજ સુધી નજરે પડ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ટીમ દ્વારા કરવા આવેલ કાર્યવાહી દરમિયાન કંપની માં રહેલા રાસાયણિક તત્વો નો પાણી સાથે ધોધ વહ્યો હતો જે સીધા જ વરસાદી કાંસ માં ભળ્યો હતો. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી હવા ની ગુણવત્તા ચકાસી હતી તો પાણી ના નમૂના લઇ કંપની પ્રાથમિક નોટિસ પણ આપી હતી. તો ડીશ ટીમ ના જણાવ્યા અનુસાર કંપની ગોડાઉન ભાગે શોર્ટ સર્કિટ ના કારણે સ્પાર્ક થતા તણખા પડતા ગોડાઉન માં રહેલા રાસાયણિક તત્વો સંપર્ક માં આવતા આગ ભભૂકી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. ત્યારે આગ નું કારણ જાણવા માટે હાલ કંપની ને જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી સ્થિતિ જેસે થે રાખવા તાકીદ કરી છે.

error: Content is protected !!
Scroll to Top