
અંકલેશ્વર માં પ્રેમ માં પાગલ પ્રેમીઓ નો આતંક મચાવતા આ કિસ્સા માં વાલિયા રોડ પર આવેલ એક સોસાયટી માં રહેતી યુવતી જોડે રામ મિશ્રા અને અભય મિશ્રા જોડે પ્રેમ સંબંધ હતો જે સંબંધ યુવતી એ તોડી નાખ્યો હતો. જેને લઇ ઉશ્કેરાયેલ પ્રેમીઓ એક જૂથ થયા હતા અને અન્ય એક સુફિયાન તેમજ અન્ય એક ઈસમ સાથે ગત સાંજે પ્રેમિકા ના ઘરે ઓડી કાર લઇ ધસી આવ્યા હતા. જ્યાં પ્રથમ પ્રેમિકા ના ભાઈ ને દીવાલ સાથે ફટકડી ને માર માર્યા બાદ ઘર માં ઘૂસી ગયા હતા અને પૂર્વ પ્રેમિકા ના નામ ની બુમરાણ મચાવી હતી જે બાદ જેવું ખબર પડી કે બાથરૂમ માં પ્રેમિકા છે તો જોર જોર થી દરવાજો ઠોકી બહાર બોલવાની કોશિશ કરતા કપડાં બદલી રહી હોવાનો ઉત્તર મળતા જ એક ઈસમ એ દરવાજો તોડી પાડ્યો હતો અને બાથરૂમ માં પ્રવેશી અને પ્રેમિકા ને અર્ધનગ્ન અવસ્થા માં પરિવાર અને અન્ય લોકો ની સામે દુશાસન બની ધસડી લાવ્યા હતા અને ત્યાં જ તેની જોડે પણ મારપીટ કરી હતી જો યુવતી એ કપડાં પહેરીને 181 અભયમ પર કોલ કરવા જતા જ એક ઈસમે ફોન ઝૂઠવી લીધો હતો અને ફેંકી દીધો હતો. અને અભદ્ર ગાળો આપી ફરિયાદ કરીશ તો પણ અમારું કંઈ થવાનું નથી. અને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવાર ના સભ્યો ને માર મારી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે અંતે યુવતીના ભાઈ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગણતરીના સમયમાં રામ મિશ્રા, અભય મિશ્રા અને સુફિયાન ની ધરપકડ કરી હતી જયારે તેમની સાથે રહેલા અન્ય એક ઈસમ ને વોન્ટેડ જાહેર કર્યો હતો. તો ઓડી કાર પણ જપ્ત કરી હતી. અત્રે ઉલેખનીય છે કે ઓડી કાર એક રાજકીય અગ્રણી ની હોવા નું સામે આવી રહ્યું છે ત્યારે પાગલ પ્રેમીઓ ની આ અભદ્ર ધમાચકડી માં રાજકારણી પણ પોલીસ ના ચક્કર લગાવતા જોવા મળ્યા હતા.