વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસે ઘરફોડ ચોરીના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે..આસુરા વાવ પાસે રાજમહેલ રોડ પર આવેલા એક બંધ મકાનમાં 8થી 17 એપ્રિલ 2025 દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે..આરોપીઓએ મકાનમાંથી 90 ગ્રામ સોનાના દાગીના, રોકડ રૂ. 2 લાખ અને CCTV DVR મળી કુલ રૂ. 3.85 લાખની ચોરી કરી હતી. પોલીસે લાલજીભાઈ વળવી (ઉ.વ 45) અને રવિ તિવારી (ઉ.વ 43)ની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 23,000ની રોકડ અને રૂ. 1.13 લાખના દાગીના મળી કુલ રૂ. 1.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાગીનામાં ત્રણ સોનાની ચેઇન, એક સોનાનું કડું અને અન્ય દાગીનાઓનો સમાવેશ થાય છે.લાલજી વળવી સામે નવસારી, વલસાડ અને મહારાષ્ટ્રમાં પાંચથી વધુ ગુના નોંધાયેલા છે. રવિ તિવારી ભીલાડ અને મહારાષ્ટ્રમાં કલમ 302 અને 307 જેવા ગુનામાં પકડાયેલો છે.આરોપીઓ બાઇક પર રેકી કરી બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા. SP ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ PSI આર.કે. પ્રજાપતિ અને તેમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને ફિંગરપ્રિન્ટના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે…