અંકલેશ્વર-વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા પાસે મોડી રાત્રે લાકડાની કેબિનમાં આગ લાગવાની ઘટના બની.હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી.ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો. જોકે સમયસર ફાયર ફાઇટર એ આગ ઉપર કાબુ મેળવતા આ ખાણી પીણી ના કેબિન માં ગેસ સિલ્ડર ના બોટલ કેબિન માં બ્લાસ્ટ ન થતા આસપાસ ના લોકો લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે છે કે થોડા દિવસો પહેલા જ આ કેબિનની બાજુમાં આવેલી અન્ય એક કેબિનમાં પણ આગ લાગી હતી.
પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા જાણી જોઈને કેબિનમાં આગ લગાવવામાં આવી હોઈ શકે છે. આ બંને આગની ઘટનાઓ વચ્ચે સંભવિત કડી હોવાની શક્યતા સામે આવી રહી છે.