
રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે. જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

ગુજરાતમાં હાલમાં જે કેસો જોવા મળે છે તે ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમા દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.