
ભરૂચ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને ઔષધીય છોડના મહત્વને સમજાવવાનો હેતુ હેતુ રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ, મહેન્દ્રભાઈ કંસારા, બીપીન ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે વૃક્ષારોપણ અને ઔષધીય વનસ્પતિના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લોકોમાં પર્યાવરણ પ્રત્યે સતર્કતા વધે અને ઘરોમાં પણ તુલસી તથા સિંદૂર જેવા છોડને સ્થાન મળે એ હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં શહેરના અનેક નાગરિકો અને પાંજરાપોળ સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.