ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ એ ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા ગાંજા નો મોટો જથ્થો સાથે રોકડા રૂપિયા 26 લાખ સહિતો મુદ્દામાલ મળી આવતા પોલીસે બે મહિલાની ધરપકડ કારી બેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે
ભરૂચ એસઓજી પોલીસ મથકના પીઆઇ આનંદ ચૌધરી તથા તેમની ટીમ તપાસમાં હતી તે દરમિયાન બાદમી મળી હતી કે સુમન સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી કુંદન મદનરાય નવો પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા નો જથ્થો રાખી વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે રેડ કરતા 2 કિલો 221 ગ્રામ ગાંજો તથા કેફી પ્રદાન પૈસા કમાવાના ઇરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી મુદ્દા માલ સાથે મળી આવેલ તેમજ તેની સાથે રોકડા રૂપિયા 26,17,500 તથા સોનાના દાગીના 29.6 તોલા તથા ચાંદીના દાગીના 16.670 ગ્રામ તપાસ દરમિયાન મળી આવતા કુલ મુદ્દા માલ 54,35,640 સાથે ઘટના સ્થળ ઉપરથી સુમન સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી કુંદન મદનરાય બંને રહે આલીશાન સિટી જીતાલી અંકલેશ્વર મૂળ રહેવાસી બિહારી નાઓની ધરપકડ કરી અન્ય બે સુભાષ શિવ ચંદ્ર યાદવ તથા કુંદનમદન રાય ને વોન્ટેડ જાહેર કરી તપાસ ચલાવવામાં આવી રહી છે