
વલસાડના અબ્રામા રોડ પર આવેલ એસ.ટી. વર્કશોપ પહેલા પસાર થઈ રહેલ કાંજણહરી ગામના માતા-પુત્રીની બાઇક રસ્તા પર પડેલ રેતીમાં સ્લીપ થઇ જતા નજીકથી પસાર થઇ રહેલ એસ.ટી. બસના તોતીંગ ટાયર નીચે આવી ગયેલ કમભાગી માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.. જ્યારે બાઇક ચાલક પુત્રીને પણ ઇજા થતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ ગંભીર અકસ્માતની સમગ્ર ઘટના Cctv કેમેરામાં કેદ થયા હતા.
ઓવરબ્રીજની કામગીરીને કારણે બે ઠેકાણે અપાયેલ ડાયવર્ઝન અને કામગીરી ચાલી રહી હોવાથી રસ્તામાં રેતી-કપચી વિખેરાયેલ હાલતમાં પડી છે તેના પરથી ટુ-વ્હીલર વાહનો સ્લીપ થઇ જવાનું જોખમ સતત તોળાઇ રહ્યુ હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. એવામાં આજે મોડી બપોરે ૪-૩૦ વાગ્યા દરમ્યાન વલસાડ થી ધરમપુર તરફના જવાના લેન ઉપરથી પસાર થઇ રહેલ સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર જીજે.૧૫.ઇ.જી.૯૭૧૮ રેતીને કારણે સ્લીપ થઇ જતા બાઇકચાલક પુત્રી અને પાછળ બેઠેલ તેણીની માતા રમાબેન રાજેશભાઇ આહિર નીચે પટકાયા હતાં..જે પૈકી માતા રમાબેન બાઇકના લગોલગ પસાર થઇ રહેલ એસ.ટી. બસ નંબર જીજે.૧૮.ઝેડ.૩૧૪૪ના પાછળના ટાયર નીચે આવી જતા તેમનું કરૂણ મૃત્યુ થયું હતું..આ ગંભીર અકસ્માતની ઘટના Cctv કેમેરામાં કેદ થઈ હતી.. ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયાં હતાં અને સીટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે..