
વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી શ્રી અંબિકા એન્જિનિયરિંગ કંપનીમાં આગની ઘટના બની હતી. આ ઘટના શેડ નંબર 466/467માં બની હતી, જેમાં બે વ્યક્તિ દાઝી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં GIDC ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ આગની ઘટનામાં બે વ્યક્તિ જેમાં પરેશ ડી. વસાવા અને સતેન્દ્ર શાહ દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. GIDC ફાયર સ્ટેશનની ટીમે ઝડપથી પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ ઘટનાના ચોક્કસ કારણો અને તેની પાછળની બેદરકારી અંગે તપાસ હાથ ધરવામાં આવશે.