નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ અને બેડાપાણી ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક દીપડા દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવતા હતા જેમાં કોલવાણ ગામની ૯ વર્ષની નાની બાળકીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી અને બેડાપાણી ગામના એક બહેન પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેથી વન વિભાગની ટીમને જાણ કરતા ૭૦ જેટલા વન વિભાગના કર્મચારીઓની ટીમ એકશનમાં આવી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. જેમાં ગઈકાલે સાંજે આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.