મહા રક્તદાન શિબિર 70 જેટલા રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું.
સંત નિરંકારી મિશન દ્વારા રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી આયોજન કરાયું હતું.
સંસ્થા દ્વારા વર્ષમાં બે વાર રક્તદાન યોજી સામાજિક યોગદાન મહાદાન યજ્ઞ કરી રહી છે.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરુ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વર સંયોજક આર પી ગુપ્તા , વડોદરા જ્ઞાન પ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.