
બાઈક પર એશિયન પેન્ટ ચોકડી થી પ્રતિન બ્રિજ તરફ જતા યુવાનો અકસ્માત નડ્યો
એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું,એક યુવક સારવાર હેઠળ
જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી એશિયન પેન્ટ -પ્રતિન ચોકડી બ્રિજ માર્ગ પર સામાન્ય માણસ નું કાળજું કંપની નાખે તે તેવું ભયાવહ દ્રશ્યો સાથે નું એક્સિડન્ટ સર્જાયો હતો. સુરત પાર્સિંગ ની મોટર સાયકલ પર બે યુવાનો એશિયન પેન્ટ ચોકડી થી પ્રતિન ઓવર બ્રિજ તરફ આવી રહ્યા હતા. દરમિયાન તેમની પાછળ થી રાજસ્થાન પાર્સિંગ નું એક ટેન્કર આવી રહ્યું હતું. જે ટેન્કર ની ટક્કર વાગતા બને બાઈક સવાર યુવાનો રોડ પર પટકાયા હાટ.આ અને ટેન્કર બંને યુવાનો દૂર સુધી ઢસડી ને લઇ ગયો હતો. જેમાં એક યુવકનો મૃતદેહ ના ટુકડે ટુકડા થઇ જવા સાથે ટાયર નીચે જ દબાયેલો યુવક નજરે પડ્યો હતો. તો અન્ય યુવકને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાન ધવલ કોરાટ નામ હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૃતક ઈસમ કોણ છે. તે હજુ સ્પષ્ટ થયું નથી ઘટના અંગે જીઆઇડીસી પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ મૃતક ઈસમ ના પરિજનો ની ઓળખ છતી કરવાની તજવીજ શરુ કરી હતી.