પાનોલી જીઆઈડીસીમાં ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ
પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા
ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો

પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી. પાનોલી જીઆઇડીસીમાં આવેલી રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ ફાટી નીકળી હતી આ અંગેની જાણ કરવામાં આવતા જ પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખુલ્લા પ્લોટમાં રહેલ ઘાસચારા સહિતનો કચરો સાફ કરવા માટે કેટલાક બેજવાબદાર ઉદ્યોગો જ આગ લગાડી દેતા હોવાની વિગતો મળી છે ત્યારે આગ નજીકની કંપનીમાં ફેલાય તો મોટી દુર્ઘટનાની પણ શક્યતા નકારી શકાતી નથી ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.