ભગવાન જગન્નાથ મંદિરે ભગવાનની દેવ સ્નાન પૂર્ણિમાનું આયોજન
ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ,બહેન સુભદ્રાને સ્નાન કરાવાયું
ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં 22 જૂને યોજાનારા અનોખા તહેવાર દેવસ્નાન પૂર્ણિમાની તડામાર તૈયારીઓ પુરી થઇ ચુકી છે.આ દિવસે મહાપ્રભુ જગન્નાથનો જન્મ થયો હતો. એટલા માટે મહાપ્રભુ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મંદિરમાં ભક્તોની સામે સ્નાન કરે છે. આવું વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.એવી પરંપરા છે કે સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથને તાવ આવે છે.તેથી તેઓ આગામી 15 દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી. આ સમય દરમિયાન તેમના પ્રખર ભક્ત ભગવાન આલરનાથ દર્શન આપે છે. રથયાત્રાના બે દિવસ પહેલાં ગર્ભગૃહ ભક્તો માટે ખુલી જાય છે. આ વખતે પણ ભગવાનના સ્નાન માટે સોનાના કૂવામાંથી પાણી લાવવામાં આવશે.ત્યારે આજરોજ ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે ઓડિસા પ્રથા નિમિત્તે ભગવાનની દેવ સ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ,બહેન સુભદ્રાને સ્નાન કરાવાયું હતું.અને દેવ સ્નાન પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.