Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના બોઈદરા ગામમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈન ની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો હતો

પુનઃ અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈન ની કામગીરી સામે ખેડૂતો વિરોધ નોંધાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી. કચ્છના ખાવડા થી નવસારી સુધી ચાલતી 765/440 KV વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતો સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. તાલુકાના બોઈદ્રા ગામના ખેડૂતો પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો. ગત રોજ પોલીસ બંદોબસ્ત સાથે સર્વે કરવા દોડી આવ્યા હતા. જે બાદ આજરોજ ટાવર ની કામગીરી કરવા પહોંચ્યા હતા જેઓ ખેતર માં આવતા જ ખેડૂતો દ્વારા સ્થળ પર પહોંચી કામગીરી અટકાવી દીધી હતી. અને સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. એક તરફ 6 મહિના પૂર્વે વળતર નક્કી કરવા છતાં આજદિન સુધી આપ્યું નથી. વળતર માં પણ પાક નું અને જમીન નું વળતર યોગ્ય નક્કી કરવામાં આવ્યું ના હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. અલગ અલગ સર્વે નંબર વાળી જમીન અંગે અગાઉ અનેકવાર વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. તેમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોને ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતો હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. રાજ્ય સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂત માંગ કરી છે.

error: Content is protected !!
Scroll to Top