Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરમાં કાળા ઢીમર વાદળો ફોજ ઉતારી પણ ઝરમર વરસાદ વરસી અટકી જતા ગર્જ્યા મેઘ વરસ્યા નહીં ના હોવાનો અનુભવ નગરજનોએ અનુભવ્યો હતો.

  • વીજળી ના કડાકા-ભડકા જોડે અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો
  • વરસાદી માહોલ જામ્યો પણ બાદ ઝરમર વરસાદ સાથે વરસાદ ની ઋતુ ની શરૂઆત
     • વરસાદ ના વરસતા ગરમીનો પ્રકોપ વચ્ચે લોકો બફારો અનુભવ્યો

જિલ્લા માં વરસાદ ની આગાહી વચ્ચે અંકલેશ્વર માં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ઉત્તર-પૂર્વ માંથી અચાનક વાદળો ફોજ ઉતરી આવી હતી. જે આગળ વધવા સાથે ધોળા દિવસે અંધારું જેવો માહોલ જોવા મળ્યો હતો. અને હળવા પવન સાથે અચાનક ગાજવીજ શરુ થઇ હતી. અને વીજળી ના કડાકા ભડકા સાથે વરસાદ ની ધીમી શરૂઆત થઇ હતી. ઝરમર વરસાદ ની હેલી વચ્ચે અચાનક જ વરસાદ થંભી ગયો હતો. જો કે ગર્જ્યા મેઘ  વરસ્યા ના હોવાથી વરસાદી માહોલ વચ્ચે ગરમી નો પારો ઊંચો જવા સાથે લોકો બફારો અનુભવ્યો હતો. અને અચાનક વરસાદ અટકી જતા લોકો આકાશ તરફ મીટ માંડી જોરદાર વરસાદી ઝાપટાની આશાભરી નજરે કરી ગરમીમાં રાહત મળે તેવી પ્રાર્થના કરી હતી. આ વચ્ચે બાળકો દ્વારા હળવા વરસાદ નો લ્હાવો લઇ વરસાદી ની મોજ પણ માળી હતી.

error: Content is protected !!
Scroll to Top