Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક બંધ કેબિનમાં લાગી આગ, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક એક સીટ કવરની કેબિનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી,અને લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક એક બંધ સીટ કવરની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી, આગ લાગતા કેબિનમાં રહેલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો,ઘટના અંગેની જાણ અંકલેશ્વર પાલિકા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.જોકે ઘટનામાં કોઈ જાનહાની પહોંચી ન હતી,પરંતુ કેબિનમાં રહેલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

error: Content is protected !!
Scroll to Top