Vaat Ankleshwarni

તાજા સમાચાર

વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં દીપડાની હાજરીએ સ્થાનિક ખેડૂતોમાં ભયનો માહોલ સર્જ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં દિપડો વારંવાર દેખા દે છે.

તાજેતરમાં ધર્મેન્દ્રસિંહ ચંદુભાઈ પ્રજાપતિના ખેતરમાં દીપડાના આંટાફેરા કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયો છે.આ પહેલા વાલિયા ગામની સીમમાં પણ દીપડાની હાજરી નોંધાઈ હતી. હવે સોડગામ વિસ્તારમાં પણ દીપડો જોવા મળતા ખેતમજૂરો અને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતો ખેતરમાં કામ કરવા જતા પણ ડર અનુભવે છે. સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેઓ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની માંગણી કરી રહ્યા છે.

error: Content is protected !!
Scroll to Top