Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં દિવસ દરમિયાન સવા ઈંચ વરસાદ માજ ઠેર ઠેર પાણી ભરાવો થયો હોવાનું જોવા મળ્યું હતું.

અંકલેશ્વર માં સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધી માં 31 મિમિ જયારે હાંસોટમાં 30 મીમી વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર જીઆઇડીસી, કાપોદ્રા પાટિયા, શહેરમાં સુરતી ભાગોળ રોડ તો અંદાડા માં નીચવાળી સોસાયટી ના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

અંકલેશ્વરમાં ચોમાસું જાણે વિધિવત બેસી ગયું છે ત્યારે આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમી સાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે સવારે પણ વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઘણા સમયથી ઉકળાટ અને બફારો સહન કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળી હતી. નૈઋત્યના ચોમાસાનું આગમન થતાં વાતાવરણ જાણે પ્રફુલ્લિત બની ગયું છે તો વરસાદ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર માં સોમવાર ની સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધી માં 31 મીમી અને મોસમ નો કુલ 37 મીમી વરસાદ નોંધાયો છે. તો હાંસોટમાં 30 મીમી સાથે મોસમ નો કુલ વરસાદ 90 મિમિ થયો છે. શનિવાર થી શરુ થયેલ ચોમાસાની શરૂઆત સાથે સતત ત્રણ દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વચ્ચે અંકલેશ્વર ના જુના નેશનલ હાઇવે 8 , અંદાડા ની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી સહીત નીચાણવાળી સોસાયટી. જીઆઇડીસી ના કાપોદ્રા પાટિયા તેમજ અન્ય આંતરિક માર્ગો પર અને અંકલેશ્વર શહેર ના સુરતી ભાગોળ , તેમજ દિવા રોડ પર જલારામ નગર માં પાણી ભરાવો રોડ પર જોવા મળ્યો હતો. જે વરસાદ બંધ થતા જ ઉતરી ગયો હતો. તો વરસાદ ની આડ માં પુનઃ અંકલેશ્વર જી પમ્પીંગ સ્ટેશન માંથી કુદરતી કાંસમાં તેમજ આમલાખાડી રાસાયણિક પાણી ફરી વળ્યા હતા. તો વિવિધ વરસાદી કાંસમાં પણ પાણી ભરાવો થયો થતા છલોછલ છલકાઈ ઉઠી હતી.

error: Content is protected !!
Scroll to Top