અંકલેશ્વર આંબોલી રોડને અડીને આવેલા સોસાયટી વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી લો વોલ્ટેજ ની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન થઇ ગયા છે. અને વીજ ઉપકરણો ખરાબ થઈ જવાનો ભય તેઓ વ્યક્ત કરી રહ્યા છે.તેમની આ સમસ્યાના નિરાકરણ માટે સોસાયટીના રહીશો દ્વારા અંકલેશ્વર શહેર ડીજીવીસીએલ ઓફિસ માં લેખિતમાં રજૂઆત કરી હતી. પાવર અપ ડાઉન થવાના કારણે રહીશો ને પોતાના વીજ ઉપકરણો બગડી જવાનો ભય સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. આ વિસ્તારના લોકો સ્થાનિક આગેવાનો જોડે લેખિત તેમજ મૌખિક રજુઆત સાથે સમસ્યા નું નિરાકરણ કરવામાં માટે ડીજીવીસીએલ ના અધિકારીઓને આ અંગે રજૂઆત કરીને વહેલી તકે લો વોલ્ટેજ ની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી.