અંકલેશ્વર માં સાડા ત્રણ ઇંચ વરસાદ એક રાત માં ખાબક્યો હતો.
પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદ માં વૃક્ષો જમીન દોષ થયા
ચાલુ લાઈન સાથી વીજ થાંભલા તૂટવાની ઘટના થી તંત્ર ની દોડધામ વધી હતી
અંકલેશ્વર હાંસોટ પંથક માં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે બને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના પગલે ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થવાની અને શોર્ટ સર્કિટ ની ઘટનાઓ બની હતી. અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વર જીઆઇડીસીમાં વીજ ટ્રાન્સફોર્મર નો પોલ ધરાસાઈ થઈ જતા આગ ફાટી નીકળી હતી. વરસતા વરસાદ વચ્ચે જ આ દુર્ઘટના બની હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.અંકલેશ્વર શહેરની વાત કરવામાં આવે તો અંકલેશ્વર ચૌટા નાકા નજીક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું.આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર ના ભડકોદ્રા ગામ ના ગેટ નજીક ભારે વરસાદના કારણે ગત રોજ રાત્રે વૃક્ષ ધરાશાયી થયું હતું. વીજ તાર પર વૃક્ષ ધરાશાયી થતા થાંભલો પણ નમી ગયો હતો. બીજા દિવસે પણ વૃક્ષ રોડ પર જ જોવા મળ્યું હતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વૃક્ષ દૂર કરવામાં આવે એ જરૂરી બન્યું હતું. આ ઉપરાંત હાંસોટ અને અબોલી રોડ પર વૃક્ષ ની શાખા તૂટી હતી