
તિજોરીના દરેકે ખુલ્લા ખાના, ડ્રોવર અને લોકરમાં પણ દુકાનની જેમ સજાવેલ અને ગોઠવેલ દારૂ, બિયરની બોટલો મળી આવી હતી. જંબુસરના મગણાદ ગામે વિદેશી દારૂના રૂપિયા 2.90 લાખના જથ્થા સાથે LCB એ બુટલેગરની ધરપકડ કરી છે.ભરૂચ જિલ્લામાં રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ એલસીબી સ્પેશ્યલ જુગાર અને પ્રોહીબિશન ડ્રાઈવ ચલાવી રહી છે. PI એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ PSI ડી.એ.તુવરની ટીમ જંબુસરમાં પેટ્રોલિંગમાં હતી. મગણાદ ગામે નવી નગરીમાં રહેતો શૈલેષ ગભીરભાઇ મકવાણાને ત્યાં બાતમી આધારે દરોડો પડાયો હતો. તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો 790 બોટલો મળી આવી હતી. કુલ રૂપિયા 2.90 લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરાઈ હતી. જ્યારે દારૂ આપી જનાર હશન પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો.