ખેતરમાં અજગર દેખાતા ખેડૂત દ્વારા જાણ જીવદયાપ્રેમી સંજય પટેલને કરતા તાત્કાલિક દોડી આવ્યા હતા.
અજગરને ઝડપી પાડી વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.
વન વિભાગ દ્વારા સહી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
વરસાદી માહોલ સર્જાતા પુનઃ સરીસૃપ બહાર આવવાની શરૂઆત થઇ છે. વરસાદી સિઝન ના સરીસૃપ દેખાદેવાની પ્રથમ ઘટના ઇન્ડિયન રોક પાયથન ( અજગર ) થઇ છે. અંકલેશ્વર તાલુકાના નવા કાંસીયા ગામ ની સીમ માં એક ખેતર માં મહાકાય અજગર ખોરાક ની શોધવા માં બહાર નીકળી આવ્યો હતો. જેને જોતા જ ખેડૂતો માં ભય નો માહોલ સર્જાયો હતો. જે અંગે ખેતર માલિક દ્વારા જીવદયા પ્રેમી સંજય પટેલ ને જાણ કરતા તેઓ તેમની જીવદયા પ્રેમી ટીમ ચિરાગ રોહિત,જેક પરમાર,મોહિત પટેલ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. અને ભારે જહેમતે અજગરને ઝડપી પાડ્યો હતો. અંદાજે 8 ફૂટ કરતા લાંબો અને 12 કિલો કરતાં વધુ વજન ધરાવતા અજગર ને પકડવો મુશ્કેલ બન્યા હતો. પણ જીવદયા પ્રેમીઓ દ્વારા કુનેહપૂર્વક અંતે તેને ઝડપી પાડ્યો હતો. અને અંકલેશ્વર વન વિભાગ ને સુપ્રત કર્યો હતો. વન વિભાગ દ્વારા તેનું તબીબી પરીક્ષણ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરુ કરી હતી.