
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આસિટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરતી 26 વર્ષીય યુવતીનો વૃદાવન ચોકડી પાસે રોડ અકસ્માતમાં મોત થયું હતું. સિમેન્ટ મિક્સરે પ્રોફેસરના મોપેડને અડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેનું ઘટના સ્થળે મોત થયું હતું. કપૂરાઈ પોલીસે યુવતીનો મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરમાં પ્રતિબંધિત સમયે ભારદારી વાહનો બેરોકટોક અવર-જવર કરતા હોય છે અને ટ્રાફિક પોલીસ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેમ મૂક દર્શક બનીને બેઠી હોય છે. અકસ્માત બાદ થોડા સમય માટે પોલીસ એક્શનમાં આવે છે અને તે બાદ તંત્ર જસનું તસ હોય છે. બુધવારે સાંજે શહેરમાં ફરી એક વાર પ્રતિબંધિત સયમ ભારદારી વાહને એમ.એસ.યુનિવર્સિટીની આસિસ્ટન્ટ લેક્ચરરને અડફેટે લેતા તેનું મોત થયું હતું.
વાઘોડિયા ચોકડી પાસે આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય આયુષી હિમાંશુ શુક્લા એમ.એસ. યુનિવર્સિટીમાં બીકોમના બેંકિંગ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છેલ્લા 4 વર્ષથી નોકરી તરીકે નોકરી કરતી હતી. બુધવારે તે કોલેજથી છૂટીને ઘર પોતાના મોપેડ પર તરફ જઈ રહી હતી. આ દરમિયાન વૃંદાવન ચોકડી હરકોઈ માતા મંદિરની સામે સિમેન્ટ મિકસરના પાછલા વ્હીલના અડફેટે આયુષીનું મોપેડ આવી ગયું હતું.
જોકે આ સમગ્ર ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. કપૂરાઈ પોલીસ પેટ્રોલિંગમાં હતા અને પોલીસ નજીકમાં જ હાજર હોવાને કારણે પોલીસે મિક્સર ચાલક અશ્વિન મણાજી ઠાકોરની અટકાયત કરીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં તણે જણાવ્યું હતું કે, વૃંદાવન ચોકડી પાસે ચાલી રહેલા ઓવર બ્રિજના કામમાં તેનું મિક્ચર હતું. આ ઓવર બ્રિજનું કામ રણજીત બિલ્ડકોન નામના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અશ્વિન વૃંદાનવ ચોકડીથી વાઘોડિયા તરફ જઈ રહ્યો હતો.