અંકલેશ્વર -વાલિયા રોડ પર ભડકોદ્રા ગામ પાટીયા પાસે સપ્તાહ પૂર્વે આવેલા મીની વાવાઝોડા સાથે વરસાદ માં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. જે બાજુ માં આવેલ વીજ પોલ પણ તૂટી પડ્યો હતો. જે રોડ સાઈડ પર નમી ગયા બાદ આજે એક સપ્તાહ વીતવા આવ્યો હોવા છતાં આજ દિન સુધી આ વીજ પોલીસ ને દૂર કરવામાં આવ્યો નથી. અને તેના પર ના તૂટેલા વીજ તારો પણ એજ અવસ્થા ના લટકેલા જોવા મળી રહ્યા છે. ત્યારે નોટીફાઈડ અને વીજ નિગમ ની આળસ ને લઇ વાહન ચાલકો ના જીવનું જોખમ ઉભું થઇ રહ્યું છે. આ અંગે ગામ ના જાગૃત નાગરિક દ્વારા પુનઃ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વહીવટી તંત્રનું ધ્યાન દોરવાની કોશિસ કરી હતી. જે રોજના હજારો વાહનો અને લોકો અહીં પસાર થાય છે ત્યારે આ નમેલો વીજ પોલ અને તેના વાયર અકસ્માત સર્જી શકે છે. તે વાતને નકારી શકાય નહિ.